કિકિયારી

છ અક્ષર નું નામ !

સ્કૂલિંગ દરમ્યાન આમ તો ઘણી કવિતાઓ વાંચી પણ સાચા અર્થ માં કવિતા જગત સાથે પહેલો મિલાપ કવિ શ્રી રમેશ પારેખ ની કવિતાઓ સાથે થયો. આ વસ્તુ ના બે કારણો છે, કવિતા એટલી સૌમ્ય ભાવના છે કે માતૃભાષા સિવાય કોઈ પણ ભાષામા થોડી તો અતડી લાગે,તો ગુજરાતી ભાષા ના કોઈ કવિ ને ગમે છે એટલે ક્યારેય વાંચેલા નહિ, It always felt little foreign element even after reading, અને એક દિવસ શાળા માં રમેશ પારેખ જી ને કાવ્ય પઠન માટે આમંત્રિત કરવામાં આવ્યા! એ પ્રસંગ પછી સાહિત્ય માટે નો અભિગમ 360* બદલાય ગયો. ભાષા નો ભાવ અને લેખક ની મનગમતી દુનિયા ની ઝાખી કવિતા જ કરી શકે એ વાત મન માં બંધાય ગઈ.(Poetry is painting through the words.)

જે વસ્તુ એક્દુમ નાપસંદ હતી એને મનગમતી વાનગી જેવા વિભાગ માં મૂકી શકાય એવા શોખ માં બદલવાનો ફાળો તો રમેશ પારેખ ને જ જાય છે , બીજું મહત્વ નું કારણ બોલી(Dialect) છે, કાઠિયાવાડી બોલી ગુજરાતી ભાષા નો એક અનોખો પ્રકાર છે, અને રમેશજી એ આ બોલી નો આભેહુંબ ઉપયોગ પોતાની પોતાની રચનાઓ માં કર્યો છે. સ્વાભાવિક પણે કાઠી બોલી કે મોટેભાગે થોડી કડક મિજાજ ની છે એનું મૃદુ સ્વરૂપ જોઈને મન પ્રસન્ન થઇ ગયું, આમ પહેલા રમેશ પારેખ , પછી બીજા ગુજરાતી કવિઓ , પછી હિન્દી કવિઓ અને કેમ્પસ ની પોએટ્રી ક્લબ સુધી નો સફર કેમ જોતા ખેડાય ગયો એ તો રમેશજી ની સોનલ જાણે પણ life ના મહત્વ ના પડાવો ને કસ્ટમ કવિતા થી કંડારવાનો એક નાનો અમથો મોહ વિકાસ પામી રહ્યો છે!

Ramesh Parekh is very much famous for his two favourite characters one is Meera and Another is Sonal. Also the he is king of poet for kids!

Here is the one which I still remember which he has recited at my school (I consider myself so lucky to meet him face to face)

"હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…

ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું, હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…"

Since The life has gifted me with a beautiful courtship period and coupled life ahead and the name of my potential soulmate is same as someone who was so close to World of Ramesh Parekh, lets start with some Poem on Meera, and yes we will not forgot his favourite Sonal too towards the end 😀

મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો!

પગથી માથાં લગી હાંસિયો પાડી લખિયા વાંક, આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક

ચપટીક ડૂમો લખતાં જીવ પડી ગ્યો કાચો

મીરાં કે’ પ્રભુ, બહુ કરચલી પડી ગઈ છે માંહી અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી?

વડી કચેરી તમે હરિવર, હુકમ આપજો સાચો.

– રમેશ પારેખ

કવિ સુરેશ દલાલના બે જ વાક્યોમાં, “સર્જકતાથી ફાટફાટ થતો કવિ. ગુજરાતી નવી કવિતા પર છવાઈ ગયેલો કવિ.” રમેશ પારેખની શૈલી સરળમાં ઘણું કહી દેવાની. ભાવજગતથી માણસને ઓળખાતા મોરારીબાપૂએ તેમના માટે એમ કહ્યું હતું કે આ કવિ કઇંક ભાળી ગયેલો કવિ છે.

– કે કાગળ હરિ લખે તો બને

અવર લખે તે એકે અક્ષર નથી ઊકલતો મને…

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો

શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો?

એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…

મીરાં કે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી

નિશદિન આવે જાય લઈને થેલો ખાલી ખાલી

ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…

મીરાંને અદેખાઈ આવી જાય એ સરળતાથી અને સહજતાથી લખાયેલાં મીરાંકાવ્યો ર.પા.ના જીવનનું શિરમોર છોગું છે. આ કાવ્યો એટલાં તો હૃદયાભિમુખ છે કે આપણાં પોતાનાં જ લાગે. સુરેશ દલાલ તો આગળ વધીને કહે છે કે: ‘ર.પા.ના મીરાંકાવ્યો એટલાં સહજ અને સ્વભાવિક છે કે એ કાવ્યોની નીચે ખુદ મીરાંને પણ સહી કરવાનું મન થાય’.

Ramesh Parekh has special attachment and affection for His "Sonal". રમેશ પારેખની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. રમેશ પારેખએ સોનલને આપણા સાહિત્યની મોનાલિસા બનાવી દીધી છે.

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ.

સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…

અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ.

અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલી વાર પીધાનું યાદ,

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ.

અડખેપડખેના ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં,

એકલદોકલ કોઈ ઊછળતું સસલું દોડી જતાં ઝાંખરા પરથી પર્ણો ખરતાં,

તરે પવનના લયમાં સમળી તેના છાંયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા.

ડાળ ઉપર ટાંંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય,

ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ,

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ.

Senior Poet Tushar Shukla has given a beautiful tribute to Ramesh Parekh using the such wonderful poem. (Tushar ji is gem of our poet world and we will explore him soon).

This tribute to Ramesh Parekh captures his whole style and remarkeable keywords of his unforgettable poem collection. We are truly gifted to having luxury to emotions!

This one is To My Meera,

સોનલ,

ગુર્જરકંઠે ગીત ગઝલના ટહૂકાનો કરનારો છે જે,

ચાર અક્ષરના ગામ મહીં છ અક્ષરનો ફરનારો છે જે,

હરિ લખે જો કાગળ, સામો કાગળનો લખનારો છે જે,

પાંપણ પાછળ ભરે અદાલત, ગઢમાંનો હોંકારો છે જે, 1/4

છાતીમાં ગુલમ્હોર થઇને લથબથ લહેરાનારો છે જે, ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીએની સાખે સોનલ , ફૂલ લઇ મળનારો છે જે ,

આમ તો કેવળ તારો ને બસ તારો છે એ , તો યે સોનલ, અમને પણ બહુ પ્યારો છે એ .

સિટ્ટી કેરો હીંચકો બાંધી મસ્ત ઝૂલતાં છોરો છોરી,

બંધ હોઠમાં આળસ મરડે સોળ વરસની કન્યા કોરી,

હાથ ચીરતા ગંગા નીકળે એ અફવા અક્ષરમાં દોરી,

મીરાં સામે પાર રહે ને તોય લાગતી જેને ઓરી,

ને ભગવાનનો ભાગ થઇને લીલુંછમ જીવનારો છે જે ,

પરબીડિયામાં બંધ મરણને ઓળખી ઉજવનારો છે જે,

સુખને શોધતા ખુશાલિયાને ખોતરવા દેનારો છે જે ,

ધગા ધગા આલા બાપૂના આંસુ ઓળખનારો છે જે,

પાંચ ફૂટ ને ચાર ઇંચની કાયાની માયા છોડીને,

માયનસ છના ચશ્મા કેરા કાચ તણી એ કેદ તોડીને,

નખને છેડી નક્ષત્રોમાં દૂર જઇ વસનારો છે જે ,

આમ તો કેવળ તારો ને બસ તારો છે એ,

તો યે સોનલ ,

એ સાંવરિયે અમને પણ બહુ પ્યારો છે એ.

PS: I have always thought of writing this post as first serious blog of 20s but since Meera is here with me, so is the blog and the first post. See you!

#Gujarati Literature #meera #poetry

- 2 toasts